રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત13 સપ્ટેમ્બર, 2025| Super Admin

શ્રદ્ધા અને ઉજવણીનો ભવ્ય આરંભ :વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે,  પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં


વાઇબ્રન્ટ નવરાત્રી 2025: અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ

ઉદ્ઘાટનના દિવસે ‘આહવાન મા આદ્યા શક્તિ’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા સાથે નવરાત્રીનો અનેરો આનંદ

(જી.એન.એસ) તા. 13

અમદાવાદ,

ગુજરાત ટુરિઝમની યાદીમાં જણાવાયું છે કે, આતુરતાથી રાહ જોવાતા વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2025નું આયોજન જાહેર કરે છે, જે 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ (Aahvaan Ma AadyaShakti) છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયની સહભાગિતાનો ભવ્ય ઉત્સવ બનશે.

ઉત્સવનો ઉદ્ઘાટન સમારોહ 22 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે, જેમાં  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં પ્રથમ વખત, ગરબા રમવાના વિસ્તાર માટે ખાસ એમ્ફીથિયેટર શૈલીનું વિશિષ્ટ લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠકો સાથે ગરબા જોવાનો આનંદ માણી શકાશે અને આખો અનુભવ વધુ રસપ્રદ બનશે.

ઉદ્ઘાટનના દિવસે રાજ્યભરમાંથી 1,000થી વધુ કલાકારો, જેમાં પ્રાચીન, અર્વાચીન, અને રાસ-દાંડિયાના જાણીતા કલાકારો સામેલ રહી, પરંપરાગત ગરબાનું અદ્વિતીય પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે.

સ્થળને થીમ આધારિત દરવાજાઓથી શોભાવવામાં આવશે, જેમાં પ્રસિદ્ધ “કલશ ગેટ” પણ હશે, જે સમૃદ્ધિ અને ભક્તિનું પ્રતિક છે. આ શણગાર પરંપરાઓને ઉજવતા મુલાકાતીઓને મનમોહક દૃશ્યોનો અનુભવ આપશે.

નાના જૂથ માટે વિશિષ્ટ ગરબા ઝોન

આ વર્ષે નાના જૂથ માટે 9 (નવ) ખાસ ગરબા ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ઝોનમાં મહત્તમ 50 સભ્યો આરામથી ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટની કિંમત દર વ્યક્તિ દીઠ ₹100ની રહેશે તેમજ ગ્રુપ બુકિંગ, BookMyShow પર, 25 અને 15 સભ્યોના સેટમાં ઉપલબ્ધ રહેશે, જે આ ઉત્સવને ખાનગી અને સલામત રીતે માણવાની તક આપશે.

દરેક માટે રસપ્રદ પ્રવૃત્તિઓ

ઉત્સવ દરમિયાન સેલ્ફી પોઈન્ટ્સ તેમજ ફોટો-ઝોન, મહાઆરતી, બાળકો માટેની ખાસ કિડ્સ સિટી (બાળ નગરી), ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવી અનેક આકર્ષક પ્રવૃત્તિઓ રહેશે, જે દરેક વયના લોકો માટે મનોરંજન અને યાદગાર અનુભવ પૂરો પાડશે.

કિડ્સ સિટી (બાળ નગરી)

બાળકો માટે ખાસ તૈયાર કરેલી કિડ્સ સિટી માં ટીવી સ્ટુડિયો, સેલ્ફી પોઈન્ટ્સ, ગેમ્સ ઝોન, અને VR ઝોન જેવી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ રહેશે, જે  સર્જનાત્મકતા અને શીખવાની તક પૂરી પાડશે.

ફૂડ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ

26 જેટલા ફૂડ સ્ટોલ્સ દ્વારા વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓનું સ્વાદિષ્ટ પ્રદર્શન થશે, જ્યારે GLPC (ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ) અને ગરવી ગુજરાત દ્વારા ફાળવવામાં આવેલા હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ, કલાકારોને તેમના હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની અનોખી તક આપશે.

વિવિધ કલાકારોની યાદી

તા. 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 સુધી વિવિધ કલાકારો, ઉત્સવ દરમિયાન, શાનદાર પ્રદર્શન કરશે અને સાંસ્કૃતિક અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.

આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ, ગુજરાતની પરંપરાની ઉજવણી દ્વારા સમુદાયો વચ્ચે એકતા વધારવા, અને દરેક મુલાકાતીને યાદગાર અનુભવ આપવા માટે આયોજિત કરવામાં આવી રહ્યો  છે.

વધુ માહિતી અને ગ્રુપ બુકિંગ માટે BookMyShow અને ગુજરાત ટુરિઝમ વેબસાઇટ પર મુલાકાત લો.

નવરાત્રિમાં ભાગ લેનાર કલાકાર- ગ્રુપ અને તારીખ

22/09/2025

શ્રી સમીર અને શ્રી માના રાવલ

23/09/2025

શ્રી પ્રહાર વોરા  

24/09/2025

શ્રી કાજલ મહેરિયા

25/09/2025

શ્રી યશ બારોટ

26/09/2025

શ્રી ઓસમાણ મીર  

27/09/2025

શ્રી નારાયણ ઠક્કર

28/09/2025

શ્રી જીગ્નેશ કવિરાજ

29/09/2025

શ્રી અભિતબેન પટેલ 

30/09/2025

શ્રી પાયલ વેખરીયા 

01/10/2025

શ્રી લાલિત્ય મુન્શા



Source link

સંબંધિત સમાચાર