રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય18 મે, 2025| Super Admin

પૂણે 2023ના IED કેસમાં NIA દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના 2 આતંકીઓની ધરપકડ

પૂણે 2023ના IED કેસમાં NIA દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના 2 આતંકીઓની ધરપકડ

(જી.એન.એસ) તા. 17

પુણે,

આતંકવાદ વિરોધી દેશમાં વધુ એક મોટી કાર્યવાહી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની ટીમ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલના બે આતંકીઓની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ 2023 માં મહારાષ્ટ્રના પૂણેમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બનાવવા અને ટેસ્ટ કરાવવા મામલે ધરપકડ કરાઈ છે. 

ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ અબ્દુલ ફૈયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઇ છે. બંનેને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના ઈમિગ્રેશન બ્યુરોએ તે સમયે પકડ્યા હતા જ્યારે તે ઈન્ડોનેશિયાના જાકાર્તાથી ભારત પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

તે ઘણા સમયથી જાકાર્તામાં છુપાયેલા હતા. હવે એનઆઈએની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. NIAના સત્તાવાર નિવેદન અનુસાર, આ ધરપકડ 2023 માં પુણેમાં નોંધાયેલા એક કેસ સાથે જોડાયેલી છે, જેમાં ISIS સ્લીપર સેલ દ્વારા IED બનાવવા અને પરીક્ષણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. 

આ કેસમાં અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાનને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા, અને NIA એ તેમની ધરપકડ માટે પહેલાથી જ 3 લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી હતી. બંને આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની કલમ 25 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર