રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય27 માર્ચ, 2025| Super Admin

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા દરોડો પાડી 2 લોકો પાસેથી 46.8 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા દરોડો પાડી 2 લોકો પાસેથી 46.8 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો

(જી.એન.એસ) તા. 27

રાયગઢ,

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ડ્રગ્સ લેબનો ભાંડો ફોડ્યો છે. એનસીબીના અધિકારીઓ દ્વારા દરોડો પાડી બે લોકો પાસેથી 46.8 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી કિંમત આશરે રૂપિયા 50 કરોડ આંકવામાં આવી છે.

આ મામલે એનસીબી ના કહેવા પ્રમાણે, તેમની ટીમે ભાંડુપ વિસ્તારના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ટીમે શોધખોળ હાથ ધરતા મકાનમાં એક પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી જથ્થો જોવા મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવતા તે જથ્થો મેફેડ્રોન હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે 46.8 કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે, મહાડના ઔદ્યોગિક એકમમાં આવેલી એક લેબમાં ડ્રગ્સ તૈયાર કરાઈ હતી.

એક અધિકારીએ કહ્યું કે, ‘ઝડપાયેલા બે આરોપીઓમાંથી એક વિરુદ્ધ પહેલેથી જ બે વખત નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ (NDPS) અધિનિયમ હેઠળ કેસ નોંધાયેલા છે. તેની સામે રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI)માં કેસ દાખલ છે. એનસીબીના જણાવ્યા મુજબ, આ દરમિયાન તે જામીન પર બહાર હતો અને મેફેડ્રોન બનાવવાના સિન્ડિકેટમાં સામેલ હતો.

એનસીબીના અધિકારીઓએ કહ્યું કે, ‘આરોપીઓની પૂછપરછ કરવામાં આવ્યા બાદ ઔદ્યોગિક એકમ સ્થિત એક લેબોરેટરી સીલ કરવામાં આવી છે. જ્યારે ટીમે લેબમાં દરોડો પાડ્યો, ત્યારે રસાયણ મળી આવતા તે પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ  તપાસ હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર