રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત27 જુલાઈ, 2026| Super Admin

દુબઈ-મુંબઈ ફ્લાઇટમાંથી અચાનક ધુમાડો નીકળ્યો, 194 મુસાફરો 42 મિનિટ સુધી શ્વાસ રૂંધાયા; રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ

દુબઈ-મુંબઈ ફ્લાઇટમાંથી અચાનક ધુમાડો નીકળ્યો,  194 મુસાફરો 42 મિનિટ સુધી શ્વાસ રૂંધાયા; રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ

સોમવારે કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો નીકળ્યા બાદ ઇન્ડિગોની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી. કાર્ગો હોલ્ડમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ, ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ફ્લાઇટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં કુલ 194 લોકો સવાર હતા. માહિતી અનુસાર, બપોરે 2:45 વાગ્યે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ફ્લાઇટ 3:27 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. આ સમય દરમિયાન, 194 લોકો 42 મિનિટ સુધી શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા રહ્યા હતા. જોકે, અંતે, બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ધુમાડાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.

રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાએ જણાવ્યું હતું કે, "કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો જોવા મળતાં દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. પ્લેન સુરક્ષિત રીતે ઉતર્યું અને બધા મુસાફરો સુરક્ષિત છે." આ મહિનાની શરૂઆતમાં, બેંગલુરુમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, પરંતુ પોલીસને તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું.

એરબસ A321 વિમાન, ફ્લાઇટ નંબર IGO1452, 194 મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. વિમાન દુબઈથી મુંબઈ માટે રવાના થયું હતું. માર્ગમાં, વિમાનના કાર્ગો હોલ્ડ વિસ્તારમાં ધુમાડો જોવા મળ્યો હતો. મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા, એરપોર્ટ અધિકારીઓએ બપોરે 2:45 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી. વિમાન 3:27 વાગ્યે રાજકોટના હિરાસર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. આગ લાગવાની શક્યતાને કારણે, એરપોર્ટ પર પોલીસ અને ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી હતી. મોટી દુર્ઘટના ટાળીને તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

કાઠમંડુમાં ખરાબ હવામાનને કારણે, ચાઇના સધર્ન એરલાઇન્સની ફ્લાઇટ CZ 3067 ને લખનૌ વાળવામાં આવી હતી. લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, "કાઠમંડુમાં ખરાબ હવામાનને કારણે, ચાઇના સધર્ન એરલાઇન્સની ફ્લાઇટ નંબર CZ 3067 (એરબસ A320neo) ને લખનૌ વાળવામાં આવી હતી. રવિવારે રાત્રે 11:18 વાગ્યે વિમાન લખનૌ એરપોર્ટ પર ઉતર્યું હતું." તેમણે જણાવ્યું હતું કે વિમાન ચીનના ગુઆંગઝુથી ઉડાન ભરી હતી અને કાઠમંડુમાં ઉતરવાનું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં 159 મુસાફરો સવાર હતા.

સંબંધિત સમાચાર