ભારે વરસાદે દિલ્હીની હાલત બગાડી નાખી : વૃક્ષ ધરાશાયી થતા ૧નું મોત આગામી બે દિવસ ભારે વરસાદનું એલર્ટ : વાહનો ફસાયા
આજે દિલ્હી અને તેની આસપાસના NCRના ઘણા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો. દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. આ વરસાદથી રાજ્યનું હવામાન ખુશનુમા બન્યું. ભારે વરસાદને કારણે APS કોલોની અને પદપદગંજ સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘણી જગ્યાએ જામ થઈ ગયો અને વાહનવ્યવહાર ધીમો પડી ગયો. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
કનોટ પ્લેસ, મંડી હાઉસ, ફિરોઝ શાહ રોડ, ઈન્ડિયા ગેટ, લાજપત નગર, દ્વારકા, આરકે પુરમ, લોધી રોડ અને રોહિણી તેમજ દિલ્હી-હરિયાણા સરહદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. યમુના નદી હાલમાં દિલ્હીમાં ભયના નિશાનથી નીચે વહી રહી છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાકમાં દેશની રાજધાનીમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે.દિલ્હીમાં મુશળધાર વરસાદ જીવલેણ બન્યો છે. રાજધાનીના કાલકાજી વિસ્તારમાં એક મોટું વળક્ષ ઉખડીને બાઇક સવાર પર પડી ગયું. તેનાથી તેનું મોત થયું. અન્ય એક યુવાન ઘાયલ થયો. એક કાર પણ ઝાડની ઝપેટમાં આવી ગઈ છે.
દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી વરસાદ પછી આવી રહેલી તસવીરો ચિંતાજનક છે. રાજઘાટથી રામલીલા મેદાન અને રિંગ રોડથી આરકે પુરમ સુધી, વરસાદને કારણે દરેક જગ્યાએ મુશ્કેલી છે. રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ધીમો પડી ગયો છે.સુપ્રીમ કોર્ટની સામે ભગવાન દાસ રોડ પર પાણી ભરાઈ ગયું હતું કે વાહનોના ટાયર અને બમ્પર પાણીમાં ડૂબી ગયા હતા. ભારત મંડપમ સામે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. પાણી ભરાઈ જવાને કારણે ત્યાં બનેલી ટનલ બંધ થઈ ગઈ હતી.આજે સવારે લગભગ ૩ કલાક સુધી ભારે વરસાદ અંગે હવામાન વિભાગે પહેલાથી જ ચેતવણી જારી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિવસભર હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાન 24°C થી 34°C ની વચ્ચે રહેવાની ધારણા છે. ભેજનું સ્તર ૬૮% થી ૮૫% ની વચ્ચે રહેશે અને પવનની ગતિ ૫ થી ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડવાની પણ શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૬ ઓગસ્ટ સુધી હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને ૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ ભારે વરસાદની શકયતા વધુ છે. તેનું કારણ બંગાળની ખાડીમાં બનેલ નીચા દબાણનો વિસ્તાર છે. જેના કારણે આગામી થોડા દિવસોમાં વરસાદ ચાલુ રહેશે. ૧૭ ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દિલ્હીમાં વરસાદ ચાલુ રહી શકે છે. IMD એ ૨૦મી તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે ૧૫ ઓગસ્ટ છે. આવતીકાલે ભારત તેનો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દિલ્હીમાં વરસાદ સ્વતંત્રતાની ઉજવણીમાં ખલેલ પહોંચાડી શકે છે. આવતીકાલે દિલ્હીમાં આકાશમાં વાદળો છવાઈ શકે છે. ઉપરાંત, એક કે બે વાર વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.સ્વતંત્રતા દિવસના બીજા દિવસે એટલે કે ૧૬ ઓગસ્ટના રોજ દિલ્હીનું આકાશ વાદળછાયું રહી શકે છે. ઉપરાંત, હવામાન વિભાગની આગાહી મુજબ, એક કે બે વાર વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે. ૧૭ ઓગસ્ટના રોજ દિલ્હીમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ જોવા મળી શકે છે. ૧૮ ઓગસ્ટે રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.

