રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત6 મે, 2026| Super Admin

મહેમદાવાદ: 2 કરોડની કેનાલના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, ધારાસભ્યનો હથોડો પડતા જ નબળું બાંધકામ ધરાશાયી

મહેમદાવાદ: 2 કરોડની કેનાલના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, ધારાસભ્યનો હથોડો પડતા જ નબળું બાંધકામ ધરાશાયી

ગુજરાતમાં સરકારી કામોની ગુણવત્તા સામે અવારનવાર સવાલો ઉઠતા હોય છે, પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે ભ્રષ્ટાચારની વરવી વાસ્તવિકતાને સપાટી પર લાવી દીધી છે. મહી સિંચાઈ માઇનોર કેનાલ, જે અંદાજે 2 Crore ના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, તેની ગુણવત્તા એટલી હલકી કક્ષાની છે કે માત્ર એક હથોડાના પ્રહારથી તે તૂટી રહી છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલના કામમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ, મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ હરકતમાં આવ્યા હતા. તેઓ જ્યારે ખેડૂતોની હાજરીમાં સ્થળ પર પહોંચ્યા અને જાતે હથોડો ઉઠાવી કેનાલ પર માર્યો, ત્યારે મિનિટોમાં જ સિમેન્ટ અને કોંક્રિટના પોપડા ઉખડવા લાગ્યા હતા. આ નજારો જોઈને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. ધારાસભ્યએ આ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સ્થળ પર જ ખખડાવ્યા હતા.

જોકે, આ 'એક્શન મોડ' બાદ જનતામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક વર્તુળોમાં લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે આ કામ ચાલતું હતું ત્યારે તંત્ર શું કરી રહ્યું હતું? કેનાલનું બાંધકામ 100% પૂર્ણ થઈ ગયું અને પેમેન્ટ પણ થઈ ગયું હોવાની ચર્ચાઓ વચ્ચે હવે હથોડા મારવાનો શું અર્થ છે? લોકો પૂછી રહ્યા છે કે શું આટલા મોટા ભ્રષ્ટાચારની જાણ સ્થાનિક લોકપ્રતિનિધિઓને પહેલેથી નહોતી? આ પ્રોજેક્ટમાં સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર તપાસના આદેશો આપીને સંતોષ મનાશે કે પછી જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી પૂરેપૂરી રકમની વસૂલાત કરવામાં આવશે. ખેડૂતોની માંગ છે કે આ મામલે 0% સહિષ્ણુતા દાખવી કડક ફોજદારી પગલાં લેવામાં આવે.

સંબંધિત સમાચાર