રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત19 જૂન, 2025| Super Admin

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૧ જૂને ગુજરાતની મુલાકાતે તેવી સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૧ જૂને ગુજરાતની મુલાકાતે તેવી સંભાવના
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાશે યોગના મહત્વને ઉજાગર કરવા વિશ્વભરમાં ૨૧ જૂને યોગ દિવસની ઉજવણી : ૨૦૨૩માં સુરતમાં ૧.૪૭ લાખ લોકોના યોગ સેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો : ૨૦૨૪માં સૂર્ય નમસ્કારનો પણ રેકોર્ડ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી શનિવાર, ૨૧ જૂનના રોજ તેમના વતન ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. શાહ અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે ૨૧ જૂને વિશ્વભરમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. હજારો વર્ષો જૂની પરંપરા ધરાવતો યોગ સંતુલિત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને દૈનિક જીવનમાં સામેલ કરવા માટે શરૂ કરાયેલ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ ના રોજ, ગુજરાત યોગ બોર્ડ દ્વારા સુરતમાં આયોજિત યોગ સત્રમાં ૧,૪૭,૯૫૨ લોકોએ ભાગ લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. એક સાથે યોગ કરનારા લોકોના સૌથી મોટા સમૂહ તરીકે આ સિદ્ધિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ હતી. આ વિરાસતને આગળ વધારતા, ૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ વધુ એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો હતો, જ્યારે મોઢેરા સૂર્ય મંદિર સહિત ૧૦૮ સ્થળોએ ૫૦,૦૦૦ થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ગુજરાતમાં યોગના પ્રચાર અને જનજાગૃતિ માટે વધુ પ્રોત્સાહન પૂરું પાડશે.

સંબંધિત સમાચાર