- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /ફરી આતંકી હુમલો; પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં, 4 સૈનિકો સહિત 5 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ફરી આતંકી હુમલો; પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં, 4 સૈનિકો સહિત 5 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં અર્ધલશ્કરી દળના વાહનને નિશાન બનાવ્યું છે. આ આતંકી હુમલામાં ચાર જવાનો સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. આ ઘટના દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં બની હતી.
ઓચિંતો હુમલો; પોલીસના જણાવ્યા અનુસાર, 'કરીજાત લેવી' નામના અર્ધલશ્કરી દળના જવાનો એક ખાનગી ડ્રાઈવર સાથે જિલ્લાના દરબન તહસીલમાં ચોરેલી ટ્રકને રિકવર કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફોર્સના ચાર જવાન અને એક નાગરિક માર્યા ગયા હતા.
આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ ; ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા પાયે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શનિવારે કાયદા અમલીકરણ એજન્સીઓએ બલૂચિસ્તાનમાં અલગ-અલગ કાર્યવાહીમાં 23 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. દરમિયાન, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું છે કે જેઓ દેશને નિશાન બનાવે છે અને વિદેશી આકાઓના ઈશારે આતંકવાદી ગતિવિધિઓ કરે છે, જેઓ 'મિત્રોના વેશમાં દુશ્મન' છે, તેમને મારી નાખવામાં આવશે. બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન 18 સૈનિકો માર્યા ગયા બાદ મુનીરે શનિવારે ક્વેટાની મુલાકાત લીધી હતી. આ સંઘર્ષમાં 23 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે
20 મિનિટ પહેલા
આંતરરાષ્ટ્રીયઇન્ડિગોએ 24 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરશિયામાં 6.9 ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસ્ટારલિંક સાથેની સ્પર્ધા પર રિલાયન્સનો મોટો જવાબ, કહ્યું- અમે ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી
1 દિવસ પહેલા
