ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીનનું મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક : મરીને ફાયરિંગ કરતાં બોટ ડૂબી ગઈ

ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીનનું મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક : મરીને ફાયરિંગ કરતાં બોટ ડૂબી ગઈ
ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા
પાકિસ્તાન મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ ગત મોડી રાત્રીના ઓખાની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. જ્યારે બોટએ જળ સમાધી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
પાકિસ્તાન મરીનની નાપાક હરકત
પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ પાક મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ ગઇકાલે રવિવાર રાત્રીના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. જેને પગલે સમુદ્રમાં નાશભાગ મચી ગઇ હતી. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી.
માછીમારોને બપોર બાદ ઓખા બંદરે લવાશે
આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે.
ટેગ્સ:#Gujarat#Ahmedabad#Surat#Gandhinagar#Rakhewal#rakhewaldaily#rakhewalnews#rakhewalnewspepar#rakhewalplus#Bhavnagar#mahesana#Vadodara
સંબંધિત સમાચાર
ગુજરાતઅમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનારા પ્રોફેસર સામે વિરોધ પ્રદર્શન, કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારતનો પ્રથમ બંદર આધારિત ઇ-મિથેનોલ પ્લાન્ટ સ્થપાશે
1 દિવસ પહેલા
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
4 દિવસ પહેલા
