રાજકોટની બી.એ. ડાંગર કોલેજ સામે મોટી કાર્યવાહી : મેડિકલ કાઉન્સિલે ૨૦૨૫-૨૬ની માન્યતા રદ કરી

બિનલાયકાત ધરાવતા અધ્યાપકો, દર્દીઓ વિનાની હોસ્પિટલ અને ગેરકાયદે એડમિશન જેવી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ : ગત વર્ષે પણ માન્યતા રદ કરાઈ હતી
રાજકોટમાં એક વિદ્યાર્થીના આપઘાત બાદ બી.એ. ડાંગર હોમિયોપેથીક કોલેજ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હોમિયોપેથી કાઉન્સિલ (NCH) એ કોલેજની ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક સત્ર માટેની માન્યતા રદ કરી દીધી છે, કારણ કે તપાસમાં અનેક ગંભીર બેદરકારીઓ અને ગેરરીતિઓ સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીના આપઘાત બાદ મેડિકલ કાઉન્સિલની ટીમે ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ કોલેજની તપાસ કરી હતી. આ તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું કે કોલેજમાં લાયકાત વગરના અધ્યાપકો ભણાવતા હતા અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલમાં દર્દીઓ પણ નહોતા. આ ઉપરાંત, કોલેજમાં ગેરકાયદેસર રીતે એડમિશન આપવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.તપાસ દરમિયાન, ટીમે નોંધ્યું કે ૩ સપ્ટેમ્બરે ૨૪૫ દર્દીઓની ઓપીડી (OPD) નોંધાઈ હતી, પરંતુ ૪ સપ્ટેમ્બરે એક પણ દર્દી દાખલ થયેલો નહોતો, જે શંકાસ્પદ છે. વધુમાં, હોસ્પિટલના એક્સ-રે ટેક્નિશિયનને એક્સ-રે મશીન ચલાવતા પણ આવડતું નહોતું. પેથોલોજી વિભાગમાં પણ યોગ્ય રીતે પરીક્ષણો કરવામાં આવતા ન હતા.
અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કોલેજ જિલ્લા ભાજપના મહામંત્રી ભરત મેતાના ભાઈ જનક મેતાની હોવાથી અનેક વિવાદો છતાં ભૂતકાળમાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ગયા વર્ષે પણ NCH દ્વારા આ કોલેજની માન્યતા રદ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે રૂપિયાના જોરે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો, તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે. આ નવો આદેશ કોલેજની અનિયમિતતાઓ પર એક મોટી કાર્યવાહી છે.
ટેગ્સ:#Action#hospital#suicide#student#Investigation#Rajkot#B.A. Dangar College#Medical Council#unqualified teachers#admissions#Homeopathic College
સંબંધિત સમાચાર
ગુજરાતસુરત ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-સુરત હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો, AAP સાથે જોડાયેલ CCTV ફૂટેજ સામે આવ્યા
16 કલાક પહેલા
ગુજરાતધંધુકામાં યુવકની હત્યા બાદ તણાવ વધ્યો, બે સમુદાયો વચ્ચે અથડામણ, શહેરમાં આગચંપી અને કડક પોલીસ બંદોબસ્ત
17 કલાક પહેલા
ગુજરાતજીમ ટ્રેનરે ઉદ્યોગપતિની પત્ની સાથે મિત્રતા કરી, બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની માંગણી કરી
3 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં મામલતદારે ટ્રેન નીચે પડતું મૂક્યું
4 દિવસ પહેલા
