રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય18 જુલાઈ, 2025| Super Admin

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા : પુત્રની ધરપકડ

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા : પુત્રની ધરપકડ
કાર્યવાહી રાજ્‍યના પ્રખ્‍યાત દારૂ કૌભાંડ અને મહાદેવ બેટિંગ એપ સાથે સંબંધિત : પૂર્વ મુખ્‍યમંત્રીએ પુત્રના જન્‍મદિવસ પર ઇડીની કાર્યવાહી અંગે કેન્‍દ્ર સરકાર પર નિશાન સાધ્‍યું છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્‍ય બઘેલની એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ ધરપકડ કરી છે. કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્‍ડરિંગ કેસમાં દરોડા પાડ્‍યા બાદ ચૈતન્‍યની ધરપકડ કરવામાં આવી હતી.  એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પુરાવા મળ્‍યા બાદ, ED એ પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ (PMLA) હેઠળ દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં સ્‍થિત ભૂપેશ બઘેલના નિવાસસ્‍થાન પર દરોડા પાડ્‍યા હતા. આ પિતા અને પુત્રનું સંયુક્‍ત નિવાસસ્‍થાન છે. ઇડીની સાથે મોટી સંખ્‍યામાં CRPF જવાનો પણ હાજર હતા.બઘેલના નિવાસસ્‍થાનની બહાર પોલીસ અને સમર્થકોનો મોટો મેળાવડો હતો. ED ટીમ ચૈતન્‍યને પોતાની સાથે લઈ ગઈ. કોંગ્રેસના સમર્થકોએ ED ટીમની સામે સૂત્રોચ્‍ચાર કર્યા અને વાહન રોકવાનો પ્રયાસ કર્યો. ઘણી કોશિશ બાદ, પોલીસે ED વાહનો માટે રસ્‍તો ખોલ્‍યો. કેન્‍દ્રીય તપાસ એજન્‍સીએ ૧૦ માર્ચે ચૈતન્‍ય બઘેલ સામે પણ આવા જ દરોડા પાડ્‍યા હતા. ED એ અગાઉ દાવો કર્યો હતો કે ચૈતન્‍ય બાઘેલ પર કથિત દારૂ કૌભાંડમાંથી પૈસા મળવાની શંકા છે. તેણે કહ્યું હતું કે આ કૌભાંડથી રાજ્‍યના તિજોરીને મોટું નુકસાન થયું છે અને ૨,૧૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ દારૂ કૌભાંડમાં સામેલ ગેંગના લાભાર્થીઓના ખિસ્‍સામાં ગઈ છે.આ કેસમાં, ED એ જાન્‍યુઆરીમાં ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા કવાસી લખમા ઉપરાંત રાયપુરના મેયર અને કોંગ્રેસ નેતા એજાઝ ઢેબરના મોટા ભાઈ અનવર ઢેબર, ભૂતપૂર્વ IAS અધિકારી અનિલ તુતેજા, ભારતીય દૂરસંચાર સેવા (ITSઅધિકારી અરુણપતિ ત્રિપાઠી અને કેટલાક અન્‍ય લોકોની તપાસના ભાગ રૂપે ધરપકડ કરી હતી. ચ્‍ઝ ના મતે, છત્તીસગઢમાં આ કથિત દારૂ કૌભાંડ ૨૦૧૯ થી ૨૦૨૨ ની વચ્‍ચે થયું હતું, જ્‍યારે ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર છત્તીસગઢમાં સત્તામાં હતી. અત્‍યાર સુધીમાં, આ તપાસ હેઠળ એજન્‍સી દ્વારા વિવિધ આરોપીઓની લગભગ ૨૦૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૪ માં આ કેસમા_ ED ની પહેલી FIR (એન્‍ફોર્સમેન્‍ટ કેસ ઇન્‍ફર્મેશન રિપોર્ટ) રદ કરી હતી, જે આવકવેરા વિભાગની ફરિયાદ પર આધારિત હતી. આ પછી, ED એ છત્તીસગઢની આર્થિક ગુના તપાસ બ્‍યુરો (EOW) / ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) ને નવા પુરાવાના આધારે નવી જ્‍ત્‍ય્‍ નોંધવા કહ્યું અને પછી નવો કેસ દાખલ કર્યો. આર્થિક ગુના તપાસ બ્‍યુરો (EOW) / ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ ૧૭ જાન્‍યુઆરીએ FIR દાખલ કરી. FIR માં ભૂતપૂર્વ આબકારી મંત્રી કવસી લખમા, ભૂતપૂર્વ મુખ્‍ય સચિવ વિવેક ધાંડ અને અન્‍ય સહિત ૭૦ વ્‍યક્‍તિઓ અને કંપનીઓના નામ છે.  

સંબંધિત સમાચાર