રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 ફેબ્રુઆરી, 2026| Super Admin

ગ્રીન સિટી નું બિરૂદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં અભિનવ આયોજન


(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

પૂજ્ય શ્રી રમેશ ભાઇ ઓઝા કથા રસપાન કરાવશે, પ્રકૃતિ જતન અને સંવર્ધનની પ્રેરણા આપતા વિવિધ વ્યાખ્યાનોનું ગાંધીનગરમાં આયોજન

ગ્રીન સિટીનું બિરુદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં દેશની સૌ પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા- જ્ઞાનયજ્ઞ મહોત્સવ તા ૧ ફેબ્રુઆરી રવિવારથી ૭ ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી યોજાઈ રહી છે.

બ્રહ્માંદના પંચ તત્વ અને જીવ સૃષ્ટિની જનેતા એવી પ્રકૃતિમાતાના જતન અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે પાટનગર ગાંધીનગરમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ માટે સેવારત નેચર ફર્સ્ટ અને સૌ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ કોઈ પણ જાતના મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે યોજાશે.

આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવી પેઢીને કુદરતી આફતો સામે સુરક્ષિત કરવાનો અને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કથાના મુખ્ય વક્તા તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથા કાર પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝા વ્યાસપીઠ પરથી ભાગવત કથાનું અમૃતપાન કરાવશે.

દેશની સૌ પ્રથમ આ અભિનવ પહેલ રૂપ આ કથામાં 1 ફેબ્રઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સાંજે 3.30 થી 6.30 વાગ્યા સુધી પ્રકૃતિ ધામ, નરસિંહ મેહતા ગાર્ડન અને ભૂવનેશ્વર મહાદેવ મંદિર વચ્ચેની વૃક્ષ વનરાજી સેકટર 6 ખાતે કથા શ્રવણ કરી શકાશે.

આ ઉપરાંત નેચર ફર્સ્ટ દ્વારા લોકોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની ચેતના વધુ પ્રબળ બનાવવા પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રેરણા આપતા વિવિધ વિષય તજજ્ઞો દ્વારા ગાંધીનગરમાં 6 જેટલા સ્થળોએ કથાના દિવસો દરમિયાન સવારે 10.30 થી 12.30 સુધી વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વ્યાખ્યાનોમાં વેસ્ટ લેન્ડ રિજુવેનેશન, બાયોડાયવર્સીટી એન્ડ નેચરલાઈઝેશન કિપ ધ લેન્ડ પ્રોડક્ટિવ, સ્પેસ, સોલાર એનર્જી એન્ડ ઓવરઓલ લાઈફસ્ટાઈલ ટુ કાર્બન એફિસિયન્સી, ઓશેનોલોજી, બાયોગેસ તથા વોટર કન્ઝર્વેશન, ફોરેસ્ટ્રેશન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નેચર ફર્સ્ટ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને પ્રાયોજક શ્રી નારણભાઈ પટેલ તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રીવેદીએ આ પ્રકૃતિપ્રેમ ભાગવત કથા – જ્ઞાન યજ્ઞ મહોત્સવનો લાભ લેવા સૌ પ્રકૃતિ પ્રેમીઓને ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર