રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત23 સપ્ટેમ્બર, 2025| Super Admin

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત છ દિવસમાં રાજ્યમાં કુલ 51 હજારથી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા


રાજ્યમાં આ અભિયાન હેઠળ છ દિવસમાં 28 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો

(જી.એન.એસ) તા. 23

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં છ દિવસમાં કુલ 51,764  થી વધુ સ્વાસ્થ ચકાસણી કેમ્પ યોજાયા હતા.

જેમાં તા. 22 ના રોજ 10,192 કેમ્પનું રાજ્યવ્યાપી આયોજન કરાયું હતું.

રાજ્યની સબ સેન્ટરથી લઈ મેડિકલ કોલેજમાં આ વિવિધ કેમ્પોનું આયોજન થયું હતું.

રાજ્યમાં આ અભિયાન હેઠળ છ દિવસમાં 28,58,093 નાગરિકોએ  વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો.

આ અભિયાન અંતર્ગત 8,95,613 જેટલા લેબટેસ્ટ અને 37,141 જેટલા એક્સ-રે કરવામાં આવ્યા.

આ ચકાસણી બાદ 15,118 જેટલા નાગરિકોને સ્ક્રિનિંગ કર્યા બાદની  સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.

આ અભિયાન  હેઠળ છ દિવસમાં 11.8 લાખ નાગરિકોનું  હાયપરટેન્શન , 11.13  લાખ નાગરિકોનું ડાયાબિટીસ અને 7.31  લાખ વ્યક્તિઓના ઓરલ , બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી ‌છે.

2.89 લાખ લોકોની ટી.બીની બીમારીનું પણ સ્ક્રીનીંગ કરાયું છે.

આ છ દિવસ દરમિયાન 817 જેટલા બ્લડ ડોનેશન કેમ્પ્સ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં  77, 208 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત 64 હજાર થી વધુ આયુષ્માન કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા .

ગુજરાત રાજ્ય સરકાર, રાષ્ટ્રીય આરોગ્ય મિશન,  સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન (SNSPA) ના નેજા હેઠળ, રાજ્યભરમાં આરોગ્ય શિબિરોના સંગઠન દ્વારા સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા ચાલુ રાખે છે. ચાલુ પહેલના ભાગ રૂપે, સામાન્ય આરોગ્ય તપાસ, વિશિષ્ટ તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક રેફરલ્સ પર કેન્દ્રિત આરોગ્ય શિબિરો યોજવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.



Source link

સંબંધિત સમાચાર