રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત3 ઑગસ્ટ, 2025| Super Admin

લોકોમાં ભારે વિવાદ બાદ આખરેઅમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા

લોકોમાં ભારે વિવાદ બાદ આખરેઅમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

ટ્રાફિક જાગૃતિના નામે વિવાદિત બોર્ડ લગાવવાના મામલે આખરે હવે પોલીસ એકશનમાં આવી છે અને કાર્યવાહી કરી છે પણ અમદાવાદ મહાનગર પાલિકા હજી પણ ઘોર નિંદ્રામાં લાગે છે.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિ માટે સતર્કતા ગ્રુપ દ્વારા અલગ-અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ પોસ્ટરોમાં મહિલાઓને રાત્રે પાર્ટીમાં ન જવા અને દુષ્કર્મનો ભોગ બની શકે તેવી ચેતવણી આપતા લખાણો હતા. આ બેનર પર લખવામાં આવ્યું હતું કે ‘એ…રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં… ****** થઈ જાય તો….? અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું હતું કે ‘એ…રંગલા રાતની પાર્ટીઓમાં જવાનું નહીં… ******* થઈ શકે છે.’ જેના પર ભારે વિવાદ થયો હતો. આ પોસ્ટરોમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અને સંદેશાને કારણે સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.

અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે ‘સોશિયલ મીડિયા અને ઘણા બધા મીડિયા રિપોર્ટસના આધારે વિવાદિત પોસ્ટરો અંગે અમને માહિતી પ્રાપ્ત થઇ હતી કે અમદાવાદના કેટલાક વિસ્તારો છોકરીઓએ એકલામાં જવાની કે પાર્ટીમાં જવા માટે આપત્તિજનક ટીપ્પણીઓ દર્શાવતા બેનર સતર્કતા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં નીચે સ્પોન્સર બાય ટ્રાફિક પોલીસ એમ લખવામાં આવ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઇ તાત્કાલિક બેનરો દૂર કરવામાં આવ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ટ્રાફિક જાગૃતિને લઇને બેનર લગાવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક અવરનેસના દાયરાથી બહાર જઇને આ પ્રકારના વિવાદાસ્પદ બેનર લગાવવામાં આવતાં સોલા પોલીસમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આ બેનર કોની પરવાનગીથી લગાવવામાં આવ્યા હતા? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધી હતી કે નહી? કયા ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યા હતા અને કોના દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ વિભિન્ન પાસાઓને તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઇનો ક્રિમિનલ ઇરાદો હશે તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

આ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઇએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક જાગૃતિમાં મદદ કરવા માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ આવા પ્રકારના વિવાદિત પોસ્ટરો બતાવ્યા ન હતા. જ્યારે આ પોસ્ટરો ધ્યાનમાં આવ્યા, ત્યારે વિવાદિત હોવાથી તેને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સતર્કતા ગ્રુપનો બદઈરાદો ન હતો. ભવિષ્યમાં આવા પોસ્ટરો ન લગાવવા માટે સતર્કતા ગ્રુપને કડક સૂચના આપવામાં આવી છે.’ 

આ અંગે એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) એન. એન. ચૌધરીએ ટ્રાફિક પોલીસે જાહેરાત માટે મંજૂરી આપી ન હોવાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે,  આ પ્રકારના બેનરને મંજૂરી આપવામાં આવી ન હતી. અમે ટ્રાફિક જાગૃતિ માટે મંજૂરી આપી હતી પરંતુ અમે આવી ભાષાને ક્યારેય મંજૂરી આપી નથી. 

અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક ઓવેરનેસ માટે મદદ કરવા માટે  સતર્કતા ગ્રુપ NGO દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો ટ્રાફિક પોલીસના  સંકલનમાં લગાવામાં આવતા હતા અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ નું કામ  કરી રહ્યા હતા. પરંતુ આ પોસ્ટર NGO એ પોલીસની જાણ બહાર લગાવેલા હતા.  અમદાવાદ શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક બધા પોસ્ટરો હટાવી દેવાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા પોસ્ટર લગાવવા કોઇ પણ સૂચના આપવામાં આવી ન નથી. NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવેલા હતા.



Source link

સંબંધિત સમાચાર