રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અફઘાન ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનનું 38 વર્ષની વયે અવસાન

અફઘાન ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનનું 38 વર્ષની વયે અવસાન

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરનનું 7 જુલાઈના રોજ લાંબી બીમારી બાદ ભારતમાં નિધન થયું હતું. તેમના 39મા જન્મદિવસના એક દિવસ પહેલા જ તેમનું અવસાન થયું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેમના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા અને બોર્ડે તેના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઝદરન 'હિમોફેગોસાયટીક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ' (HLH) થી પીડાતા હતા, જે રોગપ્રતિકારક શક્તિનો એક ગંભીર રોગ છે જે શરીરના ઘણા અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી-NCR વિસ્તારમાં સારવાર હેઠળ હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝદરાન પહેલી વાર બીમાર પડ્યો હતો, ત્યારબાદ અફઘાન ડોક્ટરોએ તેને સારવાર માટે ભારત જવાની સલાહ આપી હતી. શરૂઆતમાં તેણે સારવારનો સારો પ્રતિભાવ આપ્યો હતો અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ 20 દિવસ પછી તેની હાલત ફરી બગડી ગઈ હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર ઝદરાનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે શાપૂર ઝદરાનનું યોગદાન અને સિદ્ધિઓ હંમેશા અફઘાન ક્રિકેટ ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહેશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર