પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બસ અને અન્ય વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અથડામણમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાન પોલીસે આ જાણકારી આપી છે. આ અકસ્માત કરક જિલ્લાના અંબેરી કલ્લે ચોક ખાતે સિંધુ હાઈવે પર થયો હતો, જેમાં એક વાહન અને પેસેન્જર બસની ટક્કર થઈ હતી, પોલીસે જણાવ્યું હતું. તેમાં કહેવાયું છે કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. જો કે બસમાં કુલ કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી ઘાયલોની સંખ્યા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના છે. પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે આ દુર્ઘટનામાં નવ મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો કે અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયાનક અથડામણમાં 9 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયાનક અથડામણમાં 9 લોકોના મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયહોર્મુઝમાં જહાજો પર ઈરાની હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર ફરી એક હવાઈ હુમલો કર્યો
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત દરમિયાન સીરિયામાં હોટલ નજીક મોટા બોમ્બ વિસ્ફોટ
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસાઉદી અરેબિયાએ અચાનક ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડ્યા! 20 વર્ષમાં સૌથી મોટા ભાવ ઘટાડા પછી ભારત પર શું અસર થશે?
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીય'અમારે ભારતની મદદની જરૂર છે' પીઓકેના નેતા સરદાર અમન ખાને ભારતને કરી ખાસ અપીલ
3 દિવસ પહેલા
