ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રાજકોટમાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા; માતા,પુત્ર અને પૌત્ર સામે કાર્યવાહી

પહેલગામ હુમલા બાદ ભારત સરકારે ગેરકાયેદસર રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગેરકાયદેસ રહેતા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને સરકાર વીણી વીણીને ઘર ભેગા કરવાની જતવીજ હાથ ધરી છે ત્યારે રાજકોટમાં ફરીથી પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે.
રાજકોટમાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા; મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. તેમની પૂછપરછમાં વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ તેઓ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે.રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આ 3 પાકિસ્તાનીઓ રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે ઝડપાયેલા તમામ 3 પાકિસ્તાનીઓની રાજકોટ ગ્રામ્ય LCB ટિમ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા પુછપરછ અને તપાસ બાદ સતાવાર માહિતી જાહેર કરવામાં આવી છે.
માતા,પુત્ર અને પૌત્ર સામે કાર્યવાહી; જે 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે તેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ પાકિસ્તાની નાગરિકોમાં રિઝવાનાબેન મુનાફભાઈ ટાટારિયા, ઝીશાન મુનફ ટાટારિયા અને ઝીશાનનો સગીર વ્યનો પુત્ર સામેલ છે. આમ પોલીસે માતા,પુત્ર અને પૌત્ર સામે કાર્યવાહી કરી છે. તેઓ વિઝા મેળવીને ભારત આવ્યા હતા પરંતુ વિઝા પૂર્ણ થયા બાદ પાકિસ્તાન પરત ફર્યા નહોતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#illegal immigration#Government Action#Rajkot District#Law Enforcement Measures#Pakistani Nationals Arrested#Visa Overstay#Interrogation and Investigation#Family Involved#Minor Arrested#Post-Pahalgam Attack Response
સંબંધિત સમાચાર
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
2 દિવસ પહેલા
ગુજરાતગાંધીનગરમાં ભાજપ ફરી નંબર 1 બન્યું
3 દિવસ પહેલા
