મહેસાણા જિલ્લામાં SMCની રેડથી પોલીસ બેડામાં ફફડાટ; મહેસાણા જિલ્લા પોલીસના નાક નીચેથી એસએમસી રેડ પાડી દારૂ, જુગાર, વરલી મટકા, ડબ્બા ટ્રેડિંગ સહિતના અનેક બે નંબરના ધંધાને ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે જિલ્લા પોલીસ શું કામગીરી કરતી હશે એનો અંદાજ સરળતાથી આવી શકે છે. ગત બે દિવસ અગાઉ મહેસાણા જિલ્લામાં એસએમસીની રેડ પડી હતી જેમાં લાખોના મુદ્દામાલ સાથે મોટાપાયે દારૂની ખેપ પકડી પાડવામાં આવી હતી જ્યા આ રેડ બાદ ઉપરા ઉપરી બીજા દીવસે બીજી રેડમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ વિસનગર રોડ પરથી દારૂ ભરેલી કાર પણ એસએમસી દ્વારા રેડ કરીને ઝડપી પાડવામાં આવતા જિલ્લા પોલીસ ફરીથી ઉંઘતી ઝડપાઈ છે.
મહેસાણા જીલ્લાના ખેરાલુ, અને સુઢિયા વચ્ચે રોડ પર ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ, ગાંધીનગર એસએમસીની ટીમે બાતમી આધારે રોડ બ્લોક કરી ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં બપોરના સમયે ઈંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા કાર સાથે બે આરોપી ઝડપાયા હતા. ગાંધીનગર એસએમસીના પીએસઆઇ આર.એસ.શર્માની ટીમ એ દોઢ મહીનામાં ત્રીજી ગાડી ઝડપી છે, ખેરાલુ અને વડનગર સહિત જિલ્લા પોલિસ ઊઘતી ઝડપાઈ છે, આ બંને પોલીસ મથકમાં વહીવટદારો માત્ર હપ્તા ઉઘરાવતા હોવાની ચર્ચા ઠેક ઠેકાણે ચાલી રહી છે. તેવામાં એસએમસી પીએસઆઇ શર્માએ ખાડામાં પડેલી ક્રેટા ગાડીને ટ્રેક્ટર લોડર મંગાવીને બહાર કાઢી હતી. લાખોના દારૂ સાથે પકડાયેલી સફેદ કલરની ક્રેટા ગાડી તેનો નંબર સાચો છે કે ખોટો, તે તપાસ નો વિષય છે. પરંતુ વડનગર પોલીસને દારૂની ગણતરી કર્યા પછી, દારૂ જથ્થા સાથે સાથે આરોપીની તપાસ સોપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે ઉપરા ઉપરી બીજી રેડમાં એસએમસીએ દારૂ ભરેલી કાર ઝડપતા પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી ગયો છે, જે રેડમાં 6,34,000 કિંમતની 692 દારૂની બોટલો ઝડપાઈ છે. દારૂની બોટલો અને કાર સહિત કુલ 16 લાખ 44 હજારના મુદ્દામાલ સાથે 2 વ્યક્તિઓ પણ એસએમસીની રેડમાં કાર સાથે રંગે હાથ ઝડપાઇ ગયા છે. ત્યારે જિલ્લા વાસીઓમાં સવાલ ઉઠવા પામ્યો છે કે વારંવાર એસએમસી જ દારૂ, જુગાર વગેરે જેવી બદીઓ પર રેડ કરીને પકડી પાડે છે તો જિલ્લા પોલીસ શું કરી રહી છે?? તેવામાં જિલ્લા પોલીસની કામગીરી અને ભૂમિકા શંકાસ્પદ હોય તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.


