મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કામગીરી કરી છે. શોભાસણ બ્રિજ પાસે આશિષ પાન પાર્લર સામેથી ટીમે એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે એસએમસી ટીમે દરોડો પાડ્યો હતો. ડ્રગ્સ વેચનાર સમસેરખાન લુહાણી સાથે જાવેદખાન કુરેશી અને અસલમ સૈયદને પકડી પાડ્યા હતા.પોલીસે રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો મોકલનાર અને જથ્થો લઈને આવનાર બે અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. દરોડા દરમિયાન પોલીસે 98.33 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની કિંમત 9 લાખ 83 હજાર 330 રૂપિયા છે. આ ઉપરાંત ત્રણ મોબાઈલ (કિંમત 15 હજાર), 1,580 રૂપિયા રોકડા અને 50 હજારની કિંમતનું એક વાહન મળી કુલ 10 લાખ 49 હજાર 880 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

- May 16, 2025
0
262
Less than a minute
You can share this post!
editor