ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોની માંગણીને ધ્યાને લઇને પાલનપુર એસટી વિભાગીય નિયામકને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણ થી સિધ્ધપુર થી વામૈયા- ડીસાની એસટી બસ ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવતાં આ રૂટ પરના મુસાફરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર એસટી વિભાગના સિધ્ધપુર ડેપો સંચાલિત સિધ્ધપુર થી વામૈયા ડીસાની એસટી બસ સિધ્ધપુર, દેથલી, ચાદેસર, હીસોર, વામૈયા કોટાવડ પાટીયા, ગુલવાસણા,અધાર,કિમ્બુવા પાટીયા,વડું,વાગડોદ, વદાણી,જંગરાલ, ભાટસણ, કોઈટા, ડીસા, વાયા કંસારી, બાઈવાડા, વિઠોદર, બુરાલ,ખીમત બસ ચાલુ કરવામાં આવી છે.
આ રૂટની એસટી બસ ચાલુ થાય તે માટે વામૈયા ગામના વતની અને ગુજરાત રાજ્ય સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી દ્વારા વારંવાર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી ને તેમજ પાલનપુર એસટી વિભાગીય નિયા-મક,ડીટીઓ સહિત સિધ્ધપુર એસટી ડેપો મેનેજર ને રજૂઆત કરવામાં આવી હતી જેનાં પરિણામે આ રૂટની એસટી બસ ચાલુ કરાતાં આ રૂટના મુસાફરો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.