પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા માં 28 પ્રવાસીઓ મોતને ભેટ્યા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.કાશ્મીરમાં આંતકી હુમલામાં 28 પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરાઈ છે. ત્યારે આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોની આત્માની શાંતિ માટે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ પ્રમુખ આશાબેન રાવલે મૃતકોના પરિવાર પરત્વે સંવેદના વ્યક્ત કરતા પ્રવાસીઓ ની સુરક્ષામાં સરકાર દ્વારા કયા ચૂક થઈ તે જોવાની પણ ટકોર કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *