જેમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન અને આદેશ કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણીસર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ, વારસાઈ હક્ક, અલગ પાનીયું કરવા બાબત, દબાણ અને ગંદકીદૂર કરવી, લોન અરજી, સોલારનું બિલ, જમીન રિસર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિના સુધારા બાબત વગેરે સંદર્ભે ૧૬ અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટરએ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલલાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી, નિવાસી અધિક કલેક્ટર વી.એલ.બોડાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

- April 24, 2025
0
223
Less than a minute
You can share this post!
editor