પાટણ જિલ્લામાં 22 ગ્રામ પંચાયતોના વિભાજનને લઈ પ્રથમવાર સરપંચની ચૂંટણી થશે

પાટણ જિલ્લામાં 22 ગ્રામ પંચાયતોના વિભાજનને લઈ પ્રથમવાર સરપંચની ચૂંટણી થશે

70 ગ્રા.પં.માં પેટા ચૂંટણી, 310 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ ; પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવા માટે ચૂંટણી આયોગે પૂર્વ તૈયારીઓ શરૂ કરવા માટે કલેકટર અને પ્રાંત અધિકારીઓને જાણ કરતાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે 33 એસસી, 4 એસટી,  84 ઓબીસી અને 189 જનરલ બેઠક પર સરપંચો બનશે. આ વખતે 22 વિભાજન થયેલ ગ્રામ પંચાયતોમાં પ્રથમવાર સરપંચ ની ચૂંટણી યોજાશે.ચુંટણીમાં હરીફ ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચના ધોરણો નક્કી કરવા સમિતિની રચના કરવા,સેક્ટર/ઝોનલ અધિકારીઓની નિમણૂક અને તાલીમ કરવા, મતદાન મથકોની 100 ટકા ભૌતિક ચકાસણી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવા, ચૂંટણી અધિકારીની નિમણૂક અને તાલીમ, આચાર સંહિતાના અમલ માટે સમિતિની રચના, કોમ્યુનિકેશન પ્લાન તૈયાર કરવાની કામગીરી, નોડલ અધિકારીઓની નિમણૂક અને તાલીમ, મતકુટીર, મતદાન પેટીઓ, ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર ચૂંટણીલક્ષી સામગ્રીની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી નક્કી કરવા સહિતની પૂર્વ તૈયારીઓ કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને જાણ કરી છે.

આ ઉપરાંત બક્ષીપંચની 10 ટકા બેઠકો હતી જેમાં 17 ટકાનો વધારો કરી 27% બેઠકો કરાઈ છે.જિલ્લામાં 70 પંચાયતમાં પેટા ચૂંટણી અને 310 ગ્રામ પંચાયતો સામાન્ય ચૂંટણી યોજાનાર છે. તે પૈકી 22 ગ્રામ પંચાયતોનું વિભાજન થતાં નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવેલ હોય જ્યાં પ્રથમવાર સરપંચ ની ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં 380 ગ્રામ પંચાયતો ચૂંટણી કરવાપાત્ર હોય રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *