રાધનપુર પંથકમાં મોટર રિવાઇડીંગની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો

રાધનપુર પંથકમાં મોટર રિવાઇડીંગની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો

રૂ.૫,૩૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો પકડાયા; બે ને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રાધનપુર પંથકમાં મોટર રિવાઇડીંગની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલી રૂ.૫,૩૨  લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લાના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરી માં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મહેસાણા પાલાવાસણા ખાતે રહેતાં કેટલાક ઇસમોએ આજથી આશરે છએક માસ પહેલાં રાધનપુર ખાતે મોટર રિવાઇડીંગની દુકાનમાં ચોરી ના ગુનાને અંજામ આપેલ છે.

જે હકીકત આધારે ટીમે ત્રણ ઈસમોને ઝડપીએલસીબી કચેરી ખાતે લાવી ખંતપુર્વક પુછપરછ કરતાં તેઓએ સહ આરોપીઓ સાથે મળી રાધનપુર ખાતે ગુરૂકૃપા મોટર રિવાઇડીંગ ની મોટર ના કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરતા ટીમે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુન્હા ના કામે વપરાયેલ ઈકકો ગાડી મળી કુલ રૂ.૫,૩૨, લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અનિલકુમાર બાબુલાલ બારોટ (બ્રહમભટ્ટ),પોપટજી અનુપજી ચૌહાણ(ઠાકોર) રહે.બંને મહેસાણા શીવ રો.હાઉસ પાલાવાસણા પાસેતા.જી.મહેસાણા અને ધનાભાઇ હરગોવનભાઇ દેવીપુજક(દંતાણી) રહે.ગોઝારીયા પઢારીયાપરૂ મહેસાણા મૂળ રહે.રાવિન્દ્રા-હારીજ ની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલા રાવળ જગદીશભાઇ લાખાભાઇ રહે.બેરણા તા.હિંમતનગર જી.સાબરકાંઠા અને દેવીપુજક રાહુલભાઇ ભરતભાઇ રહે,ગોઝારીયા તા.જી.પાટણ વાળા ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *