ડીસાના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પરથી ‘નાયગ્રા ધોધ’ બનતા વાહનચાલકો

ડીસાના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પરથી ‘નાયગ્રા ધોધ’ બનતા વાહનચાલકો

ડીસા શહેરમાં કરોડોના ખર્ચે બનેલો અને રાજ્યનો સૌથી લાંબો ગણાતો એલિવેટેડ બ્રિજ સામાન્ય વરસાદમાં પણ વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ગુરુવારે સામાન્ય વરસાદના કારણે આ બ્રિજ પરથી નાયગ્રા ધોધની જેમ પાણીના પ્રવાહો નીચે પડતા જોવા મળ્યા હતા, જેના કારણે બ્રિજની કામગીરી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા આ ભવ્ય બ્રિજનું નિર્માણ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું. જોકે, અગાઉ “અંધારિયા બ્રિજ” તરીકે ઓળખાયા બાદ, હવે સામાન્ય વરસાદમાં પણ પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થાને કારણે તે “નાયગ્રા ધોધ” જેવો નજારો સર્જી રહ્યો છે. બ્રિજ પરથી ધોધમાર પાણી પડવાને કારણે નીચેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો વરસાદી પાણીથી સતત ભીંજાઈ રહ્યા છે અને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

ચોમાસા દરમિયાન આ બ્રિજ પરથી વરસાદી પાણી સતત નીચે પડતું રહે છે અને ડીસાવાસીઓને સતત ભીંજવતું રહે છે, તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ બેદરકારીના કારણે કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ સુવિધા આપવાને બદલે મુશ્કેલીઓનું કારણ બની રહ્યો છે, અને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *