વાવ તાલુકાના ઢીમાથી પ્રતાપપુરા ગામ સુધી ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી દરમિયાન રોડ વિભાગના તંત્ર દ્વારા કોઈપણ જાતના આયોજન વગર પ્રતાપપુરા પ્રાથમિક શાળા પાસે રોડ ઊંચાણમાં લઈ લેતા અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામજનો સહીત શાળાએ આવતા નાના ભૂલકોઓ પરેશાન થઈ રહ્યા છે. અત્યારે ત્યાં પાણી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે હવે ભુલકાઓ અભ્યાસ કરવા કઈ રીતે શાળાની અંદર પ્રવેશ કરી શકશે ? આ બાબતે જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ જાતનું યોગ્ય નિરાકરણ લાવી શક્યું નથી. જેને લઈને તંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર અને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં નહીં આવે તો ગ્રામજનો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

- July 3, 2025
0
94
Less than a minute
You can share this post!
editor