બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન,પાલનપુર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 જેટલા લોકો કાળનો કોળિયો બન્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાત શોક મગ્ન બન્યું છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

આ અંગે બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં એક જ સમય પર જિલ્લાના કારખાનેદારો અને રત્ન કલાકારોએ સાથે મળીને જે-તે સ્થળે વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં પાલનપુર સહિત જિલ્લાભરના કારખાનેદારો અને રત્ન કલાકારો જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *