વાવ તાલુકાના દેવપુરા ગામ પાસે આવેલી કેનાલ નજીક એક દુખદ ઘટના સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોને કેનાલના કિનારે તાજુ જન્મેલું ભ્રૂણ મળ્યું હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ભ્રૂણને કબજામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. ભ્રૂણ કેટલા સમયપહેલા નાંખવામાં આવ્યું હોય તેવી ચર્ચા ઓ એ ભારે જોર પકડ્યું છે. ઘટના પાછળ કોઇ શંકાસ્પદ તત્વો સંડોવાયેલા છે કે નહિ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચકચાર ફેલાઈ છે અને મહિલાના ઔપચારિક ગુનાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. હાલ વાવ પોલીસ મથક દ્વારા નજીકની હોસ્પિટલ અને હોસ્પિટલો માંથી માહિતી એકઠી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

- June 16, 2025
0
123
Less than a minute
You can share this post!
editor