દિવાળીની રજાઓ બાદ હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં મગફળી અને કપાસની હરાજી આજથી ફરી શરૂ થઈ છે. 18 ઓક્ટોબરે હરાજી બંધ કરાયા બાદ 29 ઓક્ટોબરે બુધવારે સવારથી ખેડૂતોના પાકોની ખરીદી માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડના મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સહકારી જિન વિસ્તારમાં આવેલા કોટન માર્કેટમાં રૂ વેચાણ માટે 8 વાહનો આવ્યા હતા. 5100 રૂની ખરીદી રૂ. 1325 થી રૂ.1441 ના ભાવે કરવામાં આવી હતી. જ્યારે માર્કેટયાર્ડમાં મગફળીના વેચાણ માટે 320 જેટલા વાહનો આવ્યા હતા. અંદાજે 10,000 થી વધુ બોરી મગફળીની ખરીદી રૂ.900 થી રૂ.1425 ના ભાવે થઈ હતી.

