બે દિવસ અગાઉ સાંજે આઠેક વાગ્યાના સુમારે હિંમતનગરના ગાંભોઈ પંથકના ગામની 14 વર્ષીય સગીરાને ત્રણ નરાધમો ઉઠાવી ફોસલાવીને ખેતરમાં લઈ ગયા હતા દુષ્કર્મ આચર્યું હતું.ગભરાઈ ગયેલ સગીરા પરત ઘેર જતાની સાથે જ રડવા માંડતા પરિવારજનોએ કારણ પૂછતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.
પરિવારે ગાંભોઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. મામલાની ગંભીરતાને લઈ પોલીસે ભોગ બનનાર સગીરાના નિવેદન આધારે તપાસ હાથ ધરતાં ત્રણેય નરાધમ ગામ છોડીને ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું. ગાંભોઈ પીઆઈ જે.એમ. રબારીએ જણાવ્યું કે ભોગ બનનારે જણાવેલ ત્રણેય આરોપી સુનિલસિંહ (26) રવિસિંહ (22) અને રીતેશસિંહ (28) ને ઝડપી દુષ્કર્મ કર્યાની કબૂલાત બાદ મંગળવારે ખેતરમાં ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરતાં દુષ્કર્મીઓ હાથ જોડતાં નજરે પડ્યા હતા.

