વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી

વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી

હિંમતનગર તાલુકાની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. આરોપી શિક્ષકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં રિમાન્ડ નામંજૂર થતાં તેને સબજેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સાત દિવસ પહેલાં આરોપી શિક્ષક સગીરાને ફોસલાવીને ઇડરના કૃષ્ણનગર નજીક આવેલા નેક્સોન ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસના CCTV ફૂટેજ મુજબ, આરોપી બપોરે સગીરા સાથે આવ્યો હતો અને 2:30 વાગ્યે ત્યાંથી નીકળ્યો હતો. શિક્ષકે અન્ય મહિલાનું આધારકાર્ડ બતાવીને રૂમ બુક કરાવી હતી.

ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારજનોએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી શિક્ષકને હિંમતનગરના આરટીઓ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. આ કેસમાં ગેસ્ટ હાઉસના સંચાલક કનૈયાલાલ પણ આરોપી છે, જે હાલ રાજસ્થાન ભાગી ગયો છે. પોલીસે તેની ધરપકડ માટે વિશેષ ટીમ બનાવી છે. આરોપી શિક્ષકે વોટ્સએપ દ્વારા શાળાના ઈન્ચાર્જ આચાર્યને રાજીનામું મોકલી દીધું છે, જેને તાત્કાલિક સ્વીકારી લેવામાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી છે.

જેમાં શિક્ષક રાહુલ પરમારને ઝડપી લીધો હતો. જયારે અન્ય એક આરોપી જે સગીરાને લઇ જવામાં સાથે હતો.જેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI એચ.આર.હેરભાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,આરોપી શિક્ષકને ગઈ કાલે સાંજે આરટીઓ સર્કલ નજીકથી ઝડપી લીધો હતો. કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજુર કર્યા હતા.અને આરોપી શિક્ષકને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *