ખાડારાજથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી; વિકાસની હરણફાળ ભરતા વડનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તા ખોદીને પાણીની પાઈપ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે જેને લઇને સ્થાનિક રહેવાસીઓના આવવા જવાનો રસ્તો સદંતર બંદ થઈ જતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. મંથર અને સાવ ગોકળ ગતિએ ચાલતા કામને લઈને શહેરીજનોને દિવસ દરનીયણ ધૂળ ફાકવાનો વારો આવતા લોકોમાં રોષ ઠાલવતા જોવા મળ્યાં છે.
વડનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનો પણ વારંવાર ખોદીને બદલવામાં આવતી હોવાથી ત્યાં હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના લીધે અવાર જવર માટે રસ્તો બંધ હોવાથી પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે બાબતે એન્જિનિયરે કોઈ પ્લાન વગર જ કામ શરૂ કરાવ્યું હોય તેવી ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે જ્યાં એન્જીનીયરની ભૂલ પર ફાઈટકાર વરસાવતા લોકો જોવા મળી રહ્યા છે.
વિકાસ નામે વડનગરના તંત્રએ જાણે કે આખા શહેરને બાનમાં લીધું હોય તેમ શહેરીજનો હવે તો વિકાસથી હેરાન પરેશાન થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઇન માટે શહેરમાં મોટો એક ખાડો પણ ખોદવામાં આવ્યો છે જે ખૂબ જોખમી ખાડો હોવાથી અવાર જવર કરતા સ્થાનિકોમાં સતત ભય તોલાઈ રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યાં નજીકની બાજુએ જ પ્રાથમિક શાળા આવેલી છે જેના બાળકો અવર-જવર કરતા હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે જો બાળકો ખાડામાં પડશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદારી કોની? સરકારી તંત્રની કે પછી એન્જીનીયરની?
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓને પણ દૂધ શાકભાજી કે અન્ય વસ્તુઓ લેવા માટે બજાર જવામાં પારાવાર તકલીફો ભોગવવી પડી રહી છે. જેના લીધે તાજેતરમાં જ એક મહિલા ખાડામાં પડી જવાથી પગમાં મચકોડ આવી હયો હતો. વધુમાં કોઈ બીમાર વ્યક્તિને ઈમરજન્સીમાં લઈ જવાનું થાય ત્યારે તેમની કેવી દયનિય સ્થિતિ સર્જાય અને તે વ્યક્તિને આવા ખાડારાજમાં કેટલી તકલીફ સહન કરવી પડે કે તેને યોગ્ય સારવાર મળી રહે તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં અંડર ગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઇન નાખવાનું કામ ઝડપી ધોરણે પુરુ કરવામાં નથી આવી રહ્યું જેને શહેરીજનોની સુખાકારી માટે થઈને ઝડપી પુરુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.


