એક બોટ પલટી જતાં ૧૪૩ લોકો માર્યા ગયા અને અનેક લોકો ગુમ થયા. અધિકારીના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ડીઆરસીમાં કોંગો નદી પર લાકડાની હોડીમાં સેંકડો મુસાફરો સવાર હતા. તે દરમિયાન બોટમાં આગ લાગી ગઈ. આ અકસ્માત ઇક્વેટુર પ્રાંતની રાજધાની મ્બાન્ડાકા નજીક અને કોંગો નદીના સંગમ પર થયો હતો. કોંગો વિશ્વની સૌથી ઊંડી નદી છે.
આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુ:ખદ દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. અહીં એક બોટ પલટી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 148 લોકોનાં મોતના સમાચાર છે તેમજ અનેક લોકો ગુમ હોવાનું કહેવાય છે. રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બોટમાં આગ લાગી અને ત્યાર બાદ એ પલટી ગઈ. બોટમાં લગભગ 400 લોકો સવાર હતા. અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા; એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ, કોંગો નદી પર થયેલા અકસ્માતમાં ડઝનબંધ લોકોને બચાલી લેવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા. રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.