ઊંઝા હાઇવે પર ઈકો અકસ્માતમાં સિધ્ધપુરના દંપતિનુ મોત ગાય વચ્ચે આવતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો

ઊંઝા હાઇવે પર ઈકો અકસ્માતમાં સિધ્ધપુરના દંપતિનુ મોત ગાય વચ્ચે આવતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો

ઊંઝા સિદ્ધપુર હાઇવે પર ગત રાત્રિના ઈકો કાર ચાલકને અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કાર ગાયને અથડાઈ ડીવાઈડર કૂદી સામે ટ્રક સાથે અથડાઇ હતી. જેમાં ઈકો ચાલક અને તેની પત્નીનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજયું હતું. સિદ્ધપુર ઘનશ્યામ સોસાયટીમાં રહેતા ભરતકુમાર સુંદરદાસ બીજવાણી અને તેની પત્ની મીતાબેન સાથે વડોદરા બાજુમાં ઇકોગાડી લઈ લોકાચાર ગયા હતા. જ્યાંથી પરત સિદ્ધપુર તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન ગઈ રાત્રિના ઊંઝા હાઇવે રોડ પર પસાર થઈ રહ્યા હતા. અચાનક ગાય વચ્ચે આવતા ઇકો ગાડીના ચાલક ભરતભાઇએ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ઈકો ગાડી ડીવાઈડર ઉપર ચડી જઇ સામેના ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જ્યાં ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે મોત નિપજયું હતું. માર્ગે અકસ્માતમાં દંપતીનું મોત થતાં જેને લઇ સિદ્ધપુર શહેરમાં શોકની કાલિમા છવાઈ છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે મરણ જનારનાં ભાઈ દિપક સુંદરદાસ બીજવાણી રહે સિદ્ધપુરના નિવેદનને આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

subscriber

Related Articles