જિલ્લામાં રવિ સિઝન લેવાની કામગીરીનો ધમધમાટ શરૂ સૌથી વધુ રાયડા ના પાકનું વાવેતર
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં; બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન લેવાની કામગીરી નો ધમધમાટ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ શિયાળુ પાકોનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ત્યારે ધીમાં પગલે ઉનાળાના આગમન સાથે રવિ સીઝન ના પાકો પણ પરિપક્વ થતા ખેડૂતો દ્વારા ખેતી પાકો લેવાની કામગીરી શરૂ કરી છે સતત બદલાતા વાતાવરણ વચ્ચે શિયાળુ પાકો લેવાની કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ખાસ કરીને અત્યારે બટાકા રાયડો રાજગરો સહિતના પાકો લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઘઉં જીરુ તમાકુ સહિતના પાકો પણ પરિપકાવ થતા તેની લલણી કાર્ય પણ જોવા મળી રહ્યું છે.
સરકાર દ્વારા રાયડાના ટેકા ના ભાવે ખરીદી થનાર છે, બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં સૌથી વધુ રાયડાનું વાવેતર થયેલ છે જેથી જિલ્લાના ખેડૂતોને સરકારના ટેકાના ભાવથી મોટો ફાયદો થઈ શકે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રવિ સેજલને વાલે કામગીરી આગામી સમયમાં પણ વેગવંતી બનશે આ ઉપરાંત ખેડૂતો ઉનાળુ વાવેતર ની પણ શરૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં સૌથી વધુ બાજરી, ઉનાળુ મગફળી ઘાસચારા સહિતનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે તેની પણ ખેડૂતો દ્વારા તૈયારીઓ આરંભાઈ છે.
ખેતીમાં વધતી જતી મોંઘવારી ને લઇ ખેડૂતોના દરેક પાકોના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ; આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા વર્ષોથી ખેતીમાં મોંઘવારીનું પ્રમાણ વધી ગયું છે ખાતર ખેડ બિયારણ ઉપરાંત મજૂરી પણ વધી છે જેથી ખેડૂતોના પાકોના પણ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તો જ ખેડૂતોને પરવડે તેમ છે.