ગરમીમાં રાહત પણ લગ્નોના રંગમાં ભંગ; બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. દિવસ ભર ગરમી ઉકળાટ બાદ સાંજે અચાનક વાતાવરણ પલટયું હતું અને ગાજ વીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું વરસાદી ઝાપટું પડતા ઠંડક જોવા મળી હતી. વરસાદ સાથે કરા પણ પડયા હતા. જેના કારણે કાળઝાળ ગરમી વચ્ચે લોકોમાં ઠંડકનો અહેસાસ થયો હતો. પરંતુ લગ્નસરાની સિઝન હોવાથી લગ્નમાં બાંધેલા મંડપોને નુકસાન થયું હતું. જેના કારણે લગ્નોત્સવ ફીકો પડી ગયો હતો. અને લગ્નમાં ભંગ પડ્યો હતો. તેથી વરસાદના કારણે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો હતો.
- May 5, 2025
0
621
Less than a minute
Tags:
You can share this post!
editor

