ભાભર પોલીસ મથકે વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોની જાહેર હરાજી

ભાભર પોલીસ મથકે વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોની જાહેર હરાજી

72 વાહનોની જાહેર હરાજીમાં 5,23,900 રૂપિયા ઉપજ્યા; ગુજરાતમા દારૂ સહિત નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. તેમ છતાં આવી ગેરકાયદેસર પ્રવૃતિઓની વાહનો દ્વારા હેરાફેરી થતી હોય છે. પોલીસ દ્વારા આવા વાહનો પર બાઝ નજર રાખીને ઝડપી પાડવામાં આવતા હોય છે. જેથી સમય જતાં આવા વાહનોના પોલીસ મથકમાં ખડકલા જોવા મળતા હોય છે.

મુદ્દામાલ નિકાલ બાબતે કામગીરી કરવા સૂચન કરેલ. જેનાં અનુસંધાનમાં ભાભર પોલીસ મથકે પડી રહેલા વિવિધ ગુનાઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમા પકડાયેલ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો સ્ક્રેપ કરીને દૈનિક પેપરમાં ડીમાન્ડ ડ્રાફ્ટથી અરજીઓ મંગાવી ગત રોજ જાહેર હરાજી કરવામાં આવેલ. જેમાં 11 ફોર વ્હીલર સહિત 61 બાઇકોની હરાજી કરાઇ હતી. જેની કિંમત રૂપિયા 5,23900 હરાજીમાં ઉપજેલ. હરાજીમા ઉપસ્થિત વહેપારીઓએ બોલી લગાવી વાહનો ખરીદયા હતા. જાહેર હરાજી દરમિયાન એ.એસ.પી.સુબોધ માનકર, ભાભર પોલીસ મથકના પી.આઈ. એ.ટી.પટેલ, પોલીસ સ્ટાફ સહિત વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *