સમસ્ત પાટીદાર સમાંજ તેમજ સોમનાથ મીત્ર મંડળ દ્વારા આજે ડીસાના બગીચા સર્કલ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આકરા ઉનાળાની કાળજાલ ગરમી અબોલ એવા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેમજ ઘર આંગણા નું પક્ષી ચકલીના માળાનું 10 રૂપિયાના નજીવા ટોકન દરે સમસ્ત પાટીદાર સમાજ ડીસા તેમજ સોમનાથ મીત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેનો મોટી સઁખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આજના આ પ્રસંગે પાટીદાર સમાજના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના સમય મોંબાઈલ રેડિયેશન તેમજ પર્યાવરણ ના વિનાશ ના પગલે ઘર આંગણાનું પક્ષી ચકલી ની સઁખ્યા ઘટી રહી છે. ત્યારે આવા નાનકડા પક્ષી ને બચાવવા માટે તેના માળા તેમજ પીવાના પાણીના કુંડાના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સઁખ્યા માં ડિસાવાસીઓ એ લાભ લીધો હતો.

- April 27, 2025
0
215
Less than a minute
You can share this post!
editor