આજે દિલ્હી કેપિટલ્સ VS આરસીબી; જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે

આજે દિલ્હી કેપિટલ્સ VS આરસીબી; જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે

આઈપીએલ 2025 માં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ આજે રમાશે. આરસીબીની કમાન રજત પાટીદારના હાથમાં છે. દિલ્હીનો કેપ્ટન અક્ષર પટેલ છે. બંને ટીમો વર્તમાન સિઝનમાં સારું પ્રદર્શન કરી રહી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે મોટા દાવેદાર છે. આજની મેચ જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સ ટીમે વર્તમાન સિઝનમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 6 જીતી છે અને બે હારનો સામનો કરવો પડ્યો છે. ૧૨ પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ વત્તા ૦.૬૫૭ છે. તે હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

3 ટીમોના પોઈન્ટ સમાન; પ્રથમ સ્થાને રહેલી ગુજરાત ટાઇટન્સ પાસે પણ હાલમાં ૧૨ પોઇન્ટ છે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સમાન પોઈન્ટ છે. એટલે કે ત્રણેય ટીમોના પોઈન્ટ સરખા છે. આવી સ્થિતિમાં, આજે આરસીબી vs કેપિટલ્સ વચ્ચેની મેચમાં જે પણ ટીમ જીતે છે. તેમના ૧૪ પોઈન્ટ હશે અને તેઓ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *