ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલા પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે. લોકો માર્ગો પર ઉતરી આવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નગરજનો, આરોગ્ય કર્મચારીઓ,આગેવાનો સહીત સાથે મળીને પહેલગામ હુમલામાં શહીદ થયેલા દેશના મૃતક પ્રવાસી ભાઈઓ અને બહેનો માટે ઊંડી શોકની લાગણી અનુભવી શોકસભા યોજી હતી.
આ બર્બર આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર તમામ શહીદોને હ્રદયપૂર્વક કેન્ડલ લાઇટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારોને આ અગમ દુ;ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને શહીદોના પરિવારજનો માટે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાથે જ ભારત સરકાર ને માંગણી કરીએ છીએ કે આવા કાયરતાપૂર્ણ હુમલાનો સશક્ત બદલો લે અને આતંકવાદનો સંપૂર્ણ નાશ થાય તેવી માંગ કરી હતી.