હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

હિંમતનગરના મોતીપુરામાં રવિવારે સાંજે એક એક્ટિવા સ્લીપ થતાં 52 વર્ષીય આધેડ રોડ પર પટકાયા હતા. નજીકમાં ગુનાનું પંચનામું કરી રહેલા પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ ઘટના મોતીપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે પુલ નીચે બની હતી. એક્ટિવા ચાલક પટકાયા બાદ તેમના માથાના ભાગેથી લોહી નીકળતું હતું. પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક રીક્ષા મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખ હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ગાંધી સંસ્કાર આશ્રમમાં રહેતા પરાગભાઈ દાનાભાઈ પરમાર તરીકે થઈ છે. સમયસર સારવાર મળવાને કારણે તેમનો બચાવ થયો છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *