હિંમતનગરના હુસેની ચોકમાં આવેલા બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડર લીકેજથી થયેલી આગની ઘટનામાં વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. આ સાથે મૃત્યુઆંક બે થયો છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ.જાનીના જણાવ્યા મુજબ, 6 ફેબ્રુઆરીએ બપોર બાદ ફ્રાય સેન્ટરના રસોડામાં રાંધણ ગેસ સિલિન્ડરની પાઇપ લીકેજથી આગ લાગી હતી. આ ઘટનામાં કુલ 6 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
65 ટકા દાઝી ગયેલા હસનમહમદ રફીક શેખનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યાર બાદ 12 ફેબ્રુઆરીએ સાંજે 7:30 વાગ્યે 24 વર્ષીય શાકીર અહેમદ શેખનું પણ મોત નીપજ્યું, જેઓ પણ 65 ટકા દાઝ્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે અને તેઓએ આગળની તપાસ શરૂ કરી છે. હાલ બાકીના ચાર દાઝેલા દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.