બટાકાની સીઝન ઉપરાંત બોર્ડની પરીક્ષા તથા લગ્નના મુહૂર્ત ને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયું
કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી ! દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વણસી રહી છે
રોગ સાઈડ અને આડેધડ ધુસાડતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
ડીસા તાલુકામાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે શનિવારના દીવસે ડીસા શહેર ઉપરાંત કંસારી નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને પાંચ કીલોમીટર લાંબી લાઇન લાગી જવા પામી હતી ડીસા શહેરમાં જલારામ મંદિર નજીક ટ્રાફિક જામ થતાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગાડી માંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાયો હતો. આ ઉપરાંત કંસારી નજીક બપોરના સમયે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકામાં ખેતીના પાકોની સિઝન ચાલતી હોવાના કારણે અવાર-નવાર ટ્રાફીક સર્જાતું હોય છે. ત્યારે શનિવાર ના રોજ કંસારી નજીક હાઈવે ઉપર પાંચ કિલોમીટર ની ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો ને કલાકો સુધી વાહનચાલકો ને ટ્રાફિક જામ ની સમસ્યા નડી હતી.
આંતરરાષ્ટ્રીય સરહદ ને જોડતા હાઈવે પર ટ્રાફિક જામના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ અને તેની ટીમ દોડી આવી હતી અને મહામહેનતે ટ્રાફિક સમસ્યા હલ કરી હતી વાહન ચાલકો આડેધડ રોંગ સાઈડમાં વાહનો હંકારતા ટ્રાફિક સમસ્યાનું સર્જન થયું હતું. ડીસા તાલુકામાં બટાકાની સીઝન ઉપરાંત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તથા શનિવાર ના દીવસે લગ્ન ના મુહર્ત હોવાથી વાહનો ની અવરજવર વધતા ટ્રાફિક સમસ્યા પેચીદી બની જવા પામી હતી હાઇવે ઉપર ઠેર ઠેર ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન ન થતું હોવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે.
ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા અધિકારીઓ પણ ઉણા ઉતર્યા; ડીસા હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી હાઇવે ઓથોરિટી અને સ્થાનિક અધિકારીઓ પણ ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા ઉણા ઉતર્યા હોવાથી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થવા પામી રહ્યું છે. હાઇવે ઉપર વાહન ચાલકો નિયમો ને નેવે મૂકી આડેધડ રોંગ સાઈડમાં પણ વાહનો હંકારતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા પેચીદી બની રહી છે.
ટ્રાફિકજામ માં વાહન ચાલકો ઉતાવળ કરવા જતા વધુ ટ્રાફિક જામ થઈ જતી હોય છે; આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હાઈવે ઉપર વાહન ચાલકો સામાન્ય રીતે વન-વે લાઈન માં ચાલી જાય તો ટ્રાફિક ન સર્જાય પરંતુ કેટલાક ઉતાવળિયા વાહનચાલકો આડેધડ વાહન ધુસાડી દેતા ટ્રાફિક વધુ જામ થઈ જતો હોય છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ ઉઠી છે.