બનાસકાંઠા જિલ્લામાં 671 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામડાઓ માં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં સરપંચ માટે 10 અને ગ્રામ પંચાયતના સદસ્ય માટે 08 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં વહીવટદારો ના શાસન બાદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાદ સ્થાનિક પ્રતિનિધિઓનું શાસન આવશે. ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી ને લઈને ગામડાઓમાં રાજકીય હલચલ તેજ બની છે. ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે સરપંચ પદ માટે 10 જ્યારે ગ્રામપંચાયતના સદસ્ય માટે 08 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ક્યાં કેટલા ફોર્મ ભરાયા
સરપંચ પદ માટે 10 ઉમેદવારી ફોર્મ:-
(1) દાંતા :- 2
(2) કાંકરેજ:- 1
(3) ધાનેરા:- 2
(4) થરાદ:- 1
(5) વાવ:- 4
વોર્ડ માટે 08 ઉમેદવારી ફોર્મ:-
(1) દાંતા:- 2
(2) ડીસા:- 1
(3) કાંકરેજ:- 2
(4) ધાનેરા:- 2
(5) લાખણી:- 1

