પાલનપુરમાં 65 વર્ષીય વૃદ્ધ થયા કોરોનાગ્રસ્ત ; બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ દેખા દીધા બાદ આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. જેથી કોરોના એક્ટિવ કેસની સંખ્યા 02 પર પહોંચી છે. અગાઉ 03 કોરોના એક્ટિવ કેસ હતા. જેમાં 02 લોકોએ કોરોનાના જંગમાં જીત મેળવતા માત્ર 01 કોરોના એક્ટિવ કેસ રહ્યો હતો. જોકે, 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને હોમ એસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 02 થઈ છે.
બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં એક 65 વર્ષીય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી પાલનપુરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા 02 પર પહોંચી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના ડો.ભારમલભાઈ પટેલે જણાવ્યું હતું.

