ફાયર બ્રિગેડ અને ગામ લોકોની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ
આજ રોજ બપોરે 2 વાગ્યાના સમયે વાવ શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલા કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ દુકાનોમાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સતત 1 કલાક આગ ચાલુ રહેતા શોપિંગ સેન્ટરમાં આવેલી ત્રણ દુકાનોમાં પડેલો કટલરી કાપડ ગાદલાના માલને ભારે નુકશાન થયું હતું. જોકે ગામ લોકોએ સાથે મળી ટેન્કર મારફત પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવી ફાયર બ્રિગેડને જાણ કરતાં થરાદ ખાતેથી ફાયર બીગેડના જવાનોએ તતત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જો કે વિકરાળ સ્વરૂપ લીધેલી આગે લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. જોકે દેવ દિવાળીની રજા હોઈ શોપિંગ સેન્ટરમાં રજા હોઈ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાજુમાં દેના બેન્ક આવેલી હોઈ આગ પર ઝડપી કાબુ આવી જતા તંત્રએ ભારે હાશકારો અનુભવ્યો હતો.ગામ લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી.

