કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકશાન થયેલ છે. જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ સહિતના પાકો ઊગી ગયા છે. જેથી પાકોમાં મોટા પ્રમાણમાં પાકો નિષ્ફળ થયા છે. અને અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયો છે તો સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર વી.એમ.પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ વાઘાભાઈ પટેલ તળજાભાઈ દેસાઈ તેમજ કિસાન સંઘના હોદેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

