પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો
37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.