કાશ્મીર હુમલાના વિરોધમાં ચાણસ્માના બજારો સજ્જડ બંધ રહ્યા

કાશ્મીર હુમલાના વિરોધમાં ચાણસ્માના બજારો સજ્જડ બંધ રહ્યા

આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી; જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બનેલ આતંકી ઘટનાના વિરોધમાં ચાણસ્મા વેપારી સંગઠન સમિતિએ શનિવારે પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. સમસ્ત ચાણસ્મા શહેરમાં સવાર થી સાંજ સુધી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વેપારી સંગઠન સમિતિએ જણાવ્યું હતું કે આ બંધ વેપારીઓએ સ્વયંભૂ રાખી ને ભારત સરકારને સમર્થન જાહેર કર્યું છે.

સમગ્ર દેશમાં કાશ્મીર ની આ ઘટનાની નિંદા થઈ રહી છે લોકો આતંકવાદનો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ચાણસ્મા વેપારી સંગઠન સમિતિ એ પણ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી દેશ માંથી આતંકવાદ ને નેસ્ત નાબુદ કરવાની માંગ સાથે કાશ્મીરની ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સાથે તેમના સ્વજનોને આ દુઃખની ઘડીને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *