મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ અને પાકૅ કરાતા વાહનોને કારણે સર્જાતી ટ્રાફિકથી લોકો પરેશાન.
પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિવારણ માટે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી; પાછળ નગરપાલિકા અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના કારણે શહેરના મુખ્ય બજાર માર્ગો પર વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. જેના કારણે રાહદારીઓને વાહન ચાલકોને પણ કલાકો સુધી પોતાનો સમય આ ટ્રાફિકમાં પસાર કરવાની ફરજ પડી રહી છે. પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ તેમજ જ્યાં ત્યાં પાર્ક કરાતા વાહનોના કારણે શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ત્યારે હાલમાં એક તરફ લગ્નની સીઝનને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં પાટણના બજારોમાં ખરીદી અર્થ આવતા હોય છે તો બીજી તરફ વાહનોના જમેલા અને લારીઓમાં અડીંગાઓના કારણે શહેરના સાંકડા બનતાં મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય છે. અને આ ટ્રાફિક સમસ્યાને નિવારવા સ્થળ પર એક પણ પોલીસ કર્મચારી કે ટીઆરબી ના જવાન જોવા ન મળતા હોય જેના કારણેના છૂટકે વાહન ચાલકોએ જાતે જ ટ્રાફિક સમસ્યાને નિવારવા કમર કસવી પડતી હોય છે.
પાટણના મધ્યમાં આવેલ ચતુર્ભુજ બાગ નજીક બે ગુરુવારે એકબીજા વાહન ચાલકો સામ સામે આવી જતાં ટ્રાફિકના વરવા દ્રશ્યો સજૉતા જેના કારણે રાહદારીઓ પરેશાન થયા હતા. પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવાર નવાર સજૉતી આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓ અને જ્યાં ત્યાં પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.